ગુજરાતમાં બાળકોની સ્થિતિ

બાળકોના જીવનને ગુણવત્તા સભર બનાવવા માટે વિવિધ પડકારોમાં કુપોષણનું ઊંચું પ્રમાણ, રસીકરણનો ખરાબ વ્યાપ, ઘટતો જઈ રહેલો સ્ત્રી-પુરુષનો ગુણોત્તર તથા બાળલગ્નો જેવા પરિબળો મુખ્ય છે.

Mother holding her baby.
UNICEF/UNI214746/Panjwani

પડકાર

ગુજરાતમાં ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને આર્થિક વિકાસમાં તે ત્રીજા ક્રમે આવતું હોવા છતાં વિકાસ અસમાન રહ્યો છે. આદિજાતિ, દરિયાઈ, રણ અને પહાડી વિસ્તારમાં ગરીબીનું સ્તર હજુ પણ રાજ્યની સરેરાશ કરતું વધુ છે.

સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ, પ્રાથમિક શિક્ષણમાં જાતીય સમાનતા અને પીવાના સલામત પાણી ની પહોંચ સુધરી છે ત્યારે નવજાત શિશુઓના મૃત્યુ અને પ્રસૂતા મૃત્યુદરમાં સુધારો ખૂબ જ ધીમો છે. કુપોષણ, સંપૂર્ણ રસીકરણનો ખરાબ વ્યાપ, ઘટી રહેલો જાતીય ગુણોત્તર અને બાળલગ્નો ગુજરાતમાં દરેક બાળકના માનવ વિકાસ પરિણામોના સુધરને આડે પડકારરૂપ બની રહ્યાં છે.

ગુજરાતે પાંચ વર્ષથી નીચેની વયના બાળકોના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે પરંતુ નવજાત શિશુઓનો મૃત્યુદર હજુ ઘણો વધારે છે. પાંચ વર્ષથી નીચેની વયના બાળકોના મૃત્યુમાં તે 63 ટકા હિસ્સો ધરાવે છે. છોકરાઓ કરતાં છોકરીઓના મૃત્યુ વધુ થાય છે.

સ્પેશિયલ ન્યૂબોર્ન કૅર યુનિટ્સ સુધીની પહોંચ સુધરી રહી છે પરંતુ પ્રસૂતા અને નવજાત શિશુઓની કાળજી સંબંધિત ગુણવત્તા એ મોટી ચિંતાનો વિષય છે.અંતરિયાળ વિસ્તારોમાં વસતા સમુદાયોમાં સંપૂર્ણ રસીકરણ હજુ પણ ખૂબ જ ઓછું છે, ખાસ કરીને આદિજાતિ, દરિયાકાંઠાના તથા ખારાપાટના વિસ્તારો તેમજ શહેરી ઝૂંપડપટ્ટી અને સ્થળાંતર કરીને આવેલા બાળકોમાં સંપૂર્ણ રસીક્રણ ખૂબજ ઓછુ છે.

ગુજરાતમાં પાંચ વર્ષથી નીચેની વયના બાળકોમાં ઠીંગણાપણાનું સ્તર ઘટ્યુ હોવા છતાં લગભગ 39 ટકા બાળકો હજુ પણ લાંબા સમયથી કુપોષિત છે અથવા તો ઠીંગણા છે. વર્ષ 2006થી 2016ના સમયગાળા દરમિયાન બાળકોમાં ગંભીર કુપોષણમાં થયેલો વધારો બાળકોના અસ્તિત્વ સામે જોખમ પેદા કરી રહ્યાં છે. ફક્ત 50 ટકા બાળકોને જ જન્મના પ્રથમ કલાકમાં માતાનું ધાવણ પ્રાપ્ત થાય છે.

ગુજરાતે વર્ષ 2018-19 દરમિયાન 100 ટકા જાહેરમાં શૌચ મુક્ત (ઓડીએફ-)નો દરજ્જો પ્રાપ્ત કરી લીધો હતો પરંતુ વિવિધ સમુદાયમાં આ દરજ્જાને જાળવી રાખવો એ પડકારજનક છે. ઉદાહરણ તરીકે, લગભગ 83.2 ટકા શાળાઓ ઉપયોગમાં લઇ શકાય તેવા શૌચાલયો ધરાવે છે પરંતુ તેની જાળવણી હજુ પણ પડકારજનક બની રહી છે.

રાજ્યે અંતરિયાળ વિસ્તારોમાં વસતા સમુદાયો માટે પણ પાણીની વ્યવસ્થા કરવામાં સારી પ્રગતિ સાધી હોવા છતાં જળસ્રોતોનું સૂક્ષ્મજીવો અને રસાયણોથી થતું દૂષણ, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આ બાબત એક મોટા પડકારનું સર્જન કરે છે.

ગુજરાતે શિક્ષણ અને ખાસ કરીને શિક્ષણની પહોંચ, આંતરમાળખાં અને શાળાપ્રવેશના દરોમાં પ્રભાવશાળી પ્રગતિ સાધી છે. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને એકલવ્ય ટ્રાઇબલ સ્કુલ જેવા કાર્યક્રમોએ વંચિત બાળકો, ખાસ કરીને કન્યાઓ સુધી શિક્ષણ પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા હજુ પણ એક પડકાર છે.

આદિજાતિ, દરિયાકાંઠા, ખારાપાટ અને પહાડી વિસ્તારોમાં બાળકો દ્વારા શાળા છોડી દેવી એ સમસ્યા છે, જ્યારે કેટલાક સમુદાયોમાં બાળલગ્ન બાળકો અને ખાસ કરીને કન્યાઓના શાળા છોડી દેવાની સમસ્યામાં વધારો કરે છે. સંકલિત બાળ વિકાસ સેવા કાર્યકરો અને ખાનગી બાળમંદિરોના શિક્ષકોની અયોગ્ય પાત્રતા, અયોગ્ય નિરીક્ષણ પ્રણાલી અને અને ડેટાની અનુપલબ્ધતાને કારણે દરેક બાળક માટે ગુણવત્તાસભર પ્રારંભિક શિક્ષણ સુનિશ્ચિત કરવું એ પડકારજનક છે.

ગુજરાતમાં બાળલગ્નો હજુ પણ વ્યાપકપણે પ્રવર્તમાન છે, અતિ ધનાઢ્ય પરિવારોની સરખામણીએ અત્યંત ગરીબ પરિવારની કન્યાઓના લગ્ન વહેલા થઈ જવાની શક્યતા ચાર ગણી વધુ છે. નેશનલ ફેમિલી હેલ્થ સરવે (એનએફએચએસ - 4) મુજબ, 20-24 વર્ષ વચ્ચેની વયની અંદાજે 24.9 ટકા સ્ત્રીઓના લગ્ન 18 વર્ષની કાયદામાન્ય વય કરતાં વહેલાં થઈ જાય છે.

બાળકો દ્વારા સામનો કરવામાં આવતી અન્ય સમસ્યાઓમાં બાળમજૂરી, બાળકો વિરુદ્ધ આચરવામાં આવતી હિંસા અને શહેરી ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં બાળકો માટેની સેવાઓ સુધીની પહોંચના અભાવનો સમાવેશ થાય છે.

બાળઅધિકારો અને સુખાકારીને આગળ વધારવી

બાળકોના અધિકારો અને સુખાકારીને સુનિશ્ચિત કરવા માટે યુનિસેફ ગુજરાત રાજ્ય સરકાર અને અન્ય હિતધારકો સાથે ભેગા મળીને કામ કરી રહ્યું છે.

વર્ષ 2018-2022 માટેના અમારા કાર્યક્રમની વ્યૂહરચના ગુજરાતના એસડીજી વિઝન 2030ને અનુરૂપ છે, જેમાં યુનિસેફ એક મહત્વનું સહભાગી છે અને તેણે યોગદાન પણ આપેલું છે. ગુજરાત કેટલાક એવા રાજ્યો પૈકીનું એક છે, જેણે આયોજનની પ્રક્રિયામાં માનવ વિકાસના મુદ્દાઓનો સમાવેશ કરવાની દિશામાં નક્કર પગલાં લીધાં છે. ગુજરાતમાં યુનિસેફ ખાનગી ક્ષેત્ર, સરકાર અને યુએન એજન્સી જીએવીઆઈ, મેડિકલ કૉલેજો તથા નાગરિક- સમાજિક્ સંગઠનો સાથે ભેગા મળીને કામ કરી રહ્યું છે.

યુનિસેફ બાળકનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે લિંગભેદ અને અન્ય અસમાનતાઓને દૂર કરવાના હસ્તક્ષેપોને પ્રાથમિકતા આપે છે. અમે કૌશલ્યવાન પ્રસૂતિ પરિચારિકાઓની ગુણવત્તા સુધારવાને, જોખમરૂપ ગર્ભાવસ્થા-તેની સાથે સંકળાયેલ જટિલતાઓની ગુણવત્તાયુક્ત સારસંભાળ અને સારવાર, નવજાત શિશુઓ માટેના સ્પેશિયલ કૅર યુનિટ સુધીની પહોંચ અને તેના પરિણામો સુધારવાને સહાયરૂપ થઇએ છીએ.

અમે પ્રમુખ કાર્યક્રમો અને વિકાસ માર્ગદર્શિકા તથા મહત્વના પોષણ હસ્તક્ષેપો અને કાર્યક્રમોના અમલીકરણ માટેની વ્યૂહાત્મક યોજનાને ટેકારૂપ થવા માટે વિવિધ મંત્રાલયો સાથે નિકટતાપૂર્વક કામ કરીએ છીએ. સ્તનપાનના વ્યવહારોને સુધારવા યુનિસેફ મધર્સ એબ્સોલ્યૂટ અફેક્શન (એમએએ) કાર્યક્રમના અસરકારક અમલીકરણ માટે કામ કરે છે. યુનિસેફએ દિવસમાં એકવખત સંપૂર્ણ આહાર યોજનાના નિયમનને સહાય પૂરી પાડી છે, જે ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવનારી માતાઓમાં પોષણને સુધારવા માટેનો એક હસ્તક્ષેપ છે.

યુનિસેફ અતિગંભીર કુપોષણ ધરાવતા બાળકો માટેની ફેસિલિટી અને સમુદાય-આધારિત વ્યવસ્થાપનના અમલીકરણ માટે  સહાયરૂપ થાય છે. અમે કિશોરીઓ અને મહિલાઓ માટેના અઠવાડિક આયર્ન એન્ડ ફોલિક એસિડ સપ્લિમેન્ટેશન (ડબ્લ્યુઆઇએફએસ)ના  વ્યાપ અને ગુણવત્તા સુધારવાને પણ સમર્થન પૂરું પાડી રહ્યાં છે.

બાળપણના પ્રારંભિક અભ્યાસક્રમને વિકસાવવા સહિત આંગણવાડી તાલીમ કેન્દ્રોના સંસ્થાગત સુદ્રઢીકરણ કરવા માટે અમે ટેકનિકલ મદદ પર ધ્યાન કેન્દ્રીત કર્યુ  છે.

શિક્ષણની પ્રાપ્તિને આડે રહેલા આર્થિક અને સામાજિક અવરોધોને ઘટાડવા માટે યુનિસેફ વાલીઓ અને બાળકો એમ બંનેને સમાવતી સંકલિત સામાજિક સુરક્ષા પ્રણાલીનું નિર્માણ કરવાને પણ પ્રાથમિકતા આપે છે. માધ્યમિક શિક્ષણ સુધીની પહોંચને વધારવા માટે પુરાવા-આધારિત હિમાયત કરવામાં આવે છે. 

અમે યુવાનોની સંલગ્નતા અને સમુદાય-આધારિત સંગઠનો મારફતે શાળા છોડી ચૂકેલા બાળકો અને શાળાએ અનિયમિત આવતા બાળકોના રાજ્ય અને જિલ્લા સ્તરના મેપિંગને સમર્થન પૂરું પાડીએ છીએ.અમે શાળા છોડી ચૂકેલા બાસ્ળકો સુધી પહોંચવા અને શાળા છોડી દેવાની સંભાવના ધરાવતા બાળકોને શાળામાં જાળવી રાખવા સ્થિતિસ્થાપક, સમાવેશી શિક્ષણ મોડલનો ઉપયોગ કરવા માટે રાજ્યના વિવિધ વિભાગો સાથે સહયોગ સાધીએ છીએ.

પાત્રતા ધરાવતા બાળ સંરક્ષણ કાર્યદળને વિકસાવવા મારફતે અમે બાળકોને સલામત રાખવા માટે તંત્રને સુદ્રઢ બનાવવાની દિશામાં કામ કરીએ છીએ. ન્યાયપાલિકા, નાગરિક સમાજ અને સ્ટેટ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સની સાથે વકાલત શોષણ, હિંસા અને અત્યાચાર વિરુદ્ધ બાળકોનું સંરક્ષણ કરવા સાથે સંકળાયેલ કાયદાની મહત્વની જોગવાઈઓના કડક અમલીકરણ પર ધ્યાન કેન્દ્રીત કરે છે.

યુનિસેફ કુટુંબની છત્રછાયા વગરના અને ત્યજી દેવામાં આવેલા બાળકો માટે રાજ્ય દ્વારા સંચાલિત પાલક માતા પિતા (પાલન-પોષણ સંબંધિત સારસંભાળ) સહિતની સામાજિક સુરક્ષા યોજનાઓ સાથેના જોડાણને સમર્થન પૂરું પાડે છે. અમારી હિમાયત સારસંભાળ માટે અપનાવવાના ગુણવત્તા માપદંડો પર કેન્દ્રીત છે અને તે આવાસીય કૅર સેટિંગ્સનું પાલન કરે છે.

સમાવેશી સામાજિક નીતિ એ કન્ટ્રી પ્રોગ્રામ 2018-22માં ઓળખી કાઢવામાં આવેલ એક નવું પરિણામ છે. અમારો ઉદ્દેશ્ય સંકલિત સામાજિક નીતિ અને સંરક્ષણ પ્રણાલીઓને સુદ્રઢ બનાવવાનો છે, જે બાળકની જરૂરિયાતો અને ભેદ્યતાને અસરકારક રીતે પ્રતિભાવ આપે છે.

માસિક દરમિયાન સ્વચ્છતા વ્યવસ્થાપન (એમએચએમ) અંગેનો દરમિયાનગીરી કાર્યક્રમ ગુજરાતના નર્મદા જિલ્લાના નાંદોદ બ્લૉકના પ્રતાપનગરમાં આવેલ શેઠ શ્રી એસ. આર. અગ્રવાલ વિદ્યાલયમાં ચલાવવામાં આવે છે.
UNICEF/UN0269632/Hajra માસિક દરમિયાન સ્વચ્છતા વ્યવસ્થાપન (એમએચએમ) અંગેનો દરમિયાનગીરી કાર્યક્રમ ગુજરાતના નર્મદા જિલ્લાના નાંદોદ બ્લૉકના પ્રતાપનગરમાં આવેલ શેઠ શ્રી એસ. આર. અગ્રવાલ વિદ્યાલયમાં ચલાવવામાં આવે છે.

યુનિસેફના તમામ કાર્યક્રમ ક્ષેત્રોમાં બાળકો અને મહિલાઓના અધિકારોને સંબોધવા  ક્રૉસ-કટિંગ હસ્તક્ષેપોનું નિર્માણ બે જીવનચક્ર તબક્કાઓ (પ્રારંભિક બાળ વિકાસ (0-6 વર્ષ) અને કિશોરારાવસ્થામાં સશક્તિકરણ (10-19 વર્ષ)ની આસપાસ થયેલું છે.

રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમની છત્ર હેઠળ યુનિસેફ સ્પેશિયલ ન્યૂબોર્ન કૅર યુનિટમાંથી ડિસ્ચાર્જ થયેલા પ્રીટર્મ (નિશ્ચિત સમય કરતાં વહેલા જન્મેલા) અને લૉ બર્થ વેઇટ (ઓછું વજન ધરાવતા) શિશુઓના અસ્તિત્વ ટકાવી રાખવાનું સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે.

તેને ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન ક્લિનિક્સ ખાતે વિકાસ સંબંધિત વિલંબને ઓળખી કાઢવા અને સારસંભાળ લેવા દ્વારા સમર્થન પૂરું પાડવામાં આવે છે.યુનિસેફનો ઉદ્દેશ્ય બાળપણના પ્રારંભિક શિક્ષણને પ્રોત્સાહન આપવાના મહત્વ અંગે વાલીઓ અને કાળજી લેનારાઓમાં જાગૃતિ વધારવાનો છે.

ગુજરાત ભૂકંપ, પૂર, વાવાઝોડા, સ્વાઇન ફ્લૂ જેવા રોગચાળા અને દુષ્કાળ જેવી હોનારતોથી સંકટગ્રસ્ત છે. યુનિસેફ આવી હોનારતો દરમિયાન બાળકો કેન્દ્રી જોખમોને ઓળખવા માટે મેપીંગ  તૈયાર કરવા તેમજ  બાળકો-કેન્દ્રી હોનારત જોખમોના મૂલ્યાંકનને સંસ્થાગત બનાવવામાં રાજ્યને સહાયરૂપ થાય છે. હોનારતોના જોખમને ઘટાડવા પર કામગીરી એ અમારું મુખ્ય ક્ષેત્ર છે, 

જે આગળ ઉપર જાહેર સ્વાસ્થ્ય કટોકટી અને રોગચાળાઓ માટેની કટોકટી સજ્જતા સહિત સ્વાસ્થ્ય પ્રણાલીને સક્ષમ બનાવે છે. અમે સમુદાયોમાં સલામત પાણી, સ્વચ્છતા અને આરોગ્ય વ્યવહારો જેવી બાબતો પર જાગૃતિ, જ્ઞાન અને કૌશલ્યોને વધારવા મારફતે (ખાસ કરીને તણાવપૂર્ણ સમયમાં) આવા સમુદાયોને વધુ સ્થિતિસ્થાપક બનવા સમર્થન પૂરું પાડીએ છીએ.

Resources

યુનિસેફ દ્વારા ગુજરાતમાં જીવન રક્ષક એવા ઓક્સિજન પ્લાન્ટની સ્

ઓક્સિજન થેરાપી યુનિસેફના કોવિડ-19ની લહેર રોકવા માટેના રિસ્પોન્સનો અત્યંત મહત્વનો ભાગ છે અને તે કોવિડ-19ની સૌથી અસરકારક સારવાર પણ માનવામાં આવે છે

સ્ટોરી વાંચો

રેડિયો મારફત લોકો સુધી પહોંચ

મળો આરજે આદિત્યને જેઓ એરવેવ્ઝનો ઉપયોગ કરીને ગુજરાતમાં કોવિડ-19 સામેની લડતમાં મદદ કરે છે.

સ્ટોરી વાંચો

ચેમ્પિયન આરજે આપે છે કોવિડ-19 મહામારીને ટક્કર

યુવાન આરજે ને મળો જે એરવેવ્ઝની મદદથી કોવિડ-19 સામે લડત આપે છે

સ્ટોરી વાંચો

તમે અથવા તમારી નિકટની વ્યક્તિ કોવિડ-19 પોઝિટિવ હોય તો શું કર

ટેસ્ટના પરિણામો કે ટેસ્ટ કરાવવાની રાહ ન જુઓ. કોઈ પણ લક્ષણ દેખાય કે તરત પોતાની જાતને અલગ રાખો. ગભરાવ નહીં. યાદ રાખો કે મોટા ભાગના લોકો કોવિડ-19થી સાજા થઈ જાય

સ્ટોરી વાંચો