એક યુવાન ચેમ્પિયન કોવિડ-19 મહામારી સામે લડવામાં મદદ કરી રહ્યો છે
આરજે હર્ષ ભટારિયા કોવિડ-19ના દર્દીઓ વિશે પોઝિટિવ વાતો કહે છે અને કોવિડ-19ને હરાવી શકાય છે એવો સંદેશ આપે છે.

મિકેનિકલ એન્જિનિયરનો અભ્યાસ કરનારા, વ્યવસાયે લોકપ્રિય રેડિયો જોકી (આરજે), શોખ ખાતર ગાયક-કમ્પોઝર અને પોતાના પેશન માટે યંગ પીપલ્સ એક્શન ટીમ (વાયપીએટી)ના સભ્ય હર્ષ ભટારિયા ભારતની એવી યુવા બ્રિગેડમાં આવે છે જે ભવિષ્યને સુધારવાની ક્ષમતા ધરાવે છે.
આરજે હર્ષ બનતા અગાઉ આ બહુપ્રતિભાશાળી યુવાન ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ખાતે પોતાના વર્ગના બીજા લોકોની જેમ જ અનેક સ્વપ્નો ધરાવતા ટેક્નોલોજીના માણસ હતા. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ખાતે બહુ સારી જોબ મળી હોવા છતાં હર્ષને લાગતું હતું કે તેણે કંઇક અલગ કરવું છે.
રેડિયો અવાજ 90.8 એફએમ દાહોદ પર બહુ રસપ્રદ રેડિયો બ્રોડકાસ્ટ માટે જાણીતા હર્ષ કહે છે કે, “મેં નોકરી છોડી દીધી અને ક્રિયેટિવ ક્ષેત્રે આગળ વધવાનું નક્કી કર્યું. અને ત્યાં રેડિયો આવ્યો. મારે આરજે જ બનવું હતું એવું ન હતું, પરંતુ સંભાવનાઓ બહુ આકર્ષક હતી. સર્જન માટે, અભિવ્યક્તિ માટે અને લોકોની સાથે તેને વહેંચવાનો છુટો દોર મળે તે બહુ સંતોષજનક હોય છે.”
“આરજે હોવું એટલે માત્ર સ્ક્રીપ્ટને ફોલો કરવાનું નથી હોતું. આપણે ઓડિયન્સની સાથે જોડાવું હોય તો ઝડપથી વિચારીને સર્જનાત્મક બનવું પડે છે. દરેક શ્રોતાને એવું લાગવું જોઈએ કે હું વ્યક્તિગત રીતે તેમની સાથે વાત કરી રહ્યો છું.”
હર્ષ એક ‘ઇન્ફ્લુઅન્સર’ તરીકે પોતાની જવાબદારીથી સભાન છે અને તેઓ પોતાના શોમાં પણ તેને સમાવે છે જેથી મહત્ત્વના મુદ્દે લોકોમાં જાગૃતિ વધે. તેઓ કહે છે, “મેં નોવેલ કોરોનાવાઇરસ, તે માટે રાખવાની કાળજી, રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનનો પ્રચાર અને બીજા ઘણા તાત્કાલિક ધ્યાન આપવા પડે તેવા મુદ્દા ઉઠાવ્યા છે અને ચર્ચા કરી છે.”
2020માં હર્ષે ગાંધી જયંતિ નિમિતે ‘કોવિડ અવેરનેસ’ નામે એક ટૂંકી ફિલ્મ રિલિઝ કરી હતી. તેઓ કોરોના પોઝિટિવ હતા ત્યારે સ્થાનિક કોવિડ-કેર સેન્ટર ખાતે તેનું ફિલ્માંકન થયું હતું. આ ફિલ્મમાં કોવિડ કેર સેન્ટર ખાતેના દર્દીઓના ઉતાર-ચઢાવની વાત કરવામાં આવી છે.
તેઓ કહે છે, “મેં કોવિડના દર્દીઓની પોઝિટિવ વાતો તેમના પોતાના શબ્દોમાં કહેવા પ્રયાસ કર્યો છે જેથી એવો સંદેશ ફેલાય કે યોગ્ય કાળજી અને સારવારથી કોરોનાને હરાવી શકાય છે.”
હર્ષે માસ્ક પહેરવા અંગે જાગૃતિ ફેલાવવા ‘દાહોદ માસ્ક પહેરો’ ગીત પણ બનાવ્યું છે. આ ગીત બહુ લોકપ્રિય બન્યું હતું. તેણે એક અસરકારક વ્યૂહરચના પૂરી પાડી હતી, જેમાં કોવિડ-19ને લગતી યોગ્ય વર્તણૂક અપનાવવા અને કોવિડ રોકવા તથા તેના વહેલાસર નિદાન માટે માહિતી આપવામાં આવી હતી.
લોકડાઉન દરમિયાન આરજે હર્ષ એક પહેલનો હિસ્સો અને આયોજક રહ્યા હતા જેમાં તેમણે પોતાના શોમાં વિવિધ વિષયના નિષ્ણાતોને બોલાવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓના સવાલોને ઉકેલવામાં મદદ કરી હતી.
યુનિસિફ- AROI રેડિયો4ચાઇલ્ડ પાર્ટનરશિપના ભાગરૂપે “વેક્સિન-વાર્તા” માટે આરજે હર્ષે તબીબી અને યુનિસેફના નિષ્ણાતો સાથે ઇન્ટરવ્યૂ લીધા છે જેમાં ડો. નારાયણ ગાંઓકર (હેલ્થ સ્પેશિયાલિસ્ટ, યુનિસેફ), અને ડો. શ્રવણ ચેનજી (હેલ્થ ઓફિસર યુનિસેફ) સામેલ છે. આ કાર્યક્રમ ભારત સરકારના રસીકરણ અભિયાન અંગે અફવાઓ દૂર કરવાની મહત્ત્વની પહેલ છે.
મહામારી દરમિયાન સોશિયલ મીડિયા કોવિડ-19 અંગે જાગૃતિ વધારવા તથા લોકોમાં, ખાસ કરીને યુવાનોમાં રસી મુકાવવાનું મહત્ત્વ સમજાવવાનું એક શક્તિશાળી સાધન બન્યું છે.
હર્ષ પોતાના સોશિયલ મીડિયા પર રસપ્રદ અને મનોરંજક રીતે સચોટ અને પ્રમાણિત માહિતી નિયમિત રીતે શેર કરે છે. તેઓ આટલેથી અટક્યા નથી. તેમણે ગુજરાતમાં પોતાના વતન દાહોદ ખાતે જરૂરિયાતમંદોને સેનિટાઈઝર, માસ્ક અને બેઝિક દવાઓનું વિતરણ પણ શરૂ કર્યું હતું.
પોતાને પ્રેરિત કરતા પરિબળો અંગે હર્ષ કહે છે, “સત્તાની સાથે જવાબદારી આવે છે. આજના યુવાનો પાસે પાવર છે. તેથી દેખીતી રીતે જ તેઓ કોમ્યુનિટી પ્રત્યે જવાબદાર છે. આપણે માત્ર બેઠા રહીને શ્રોતા ન બની શકીએ. આપણે સામુહિક રીતે પોઝિટિવ ચેન્જની દિશામાં કામ કરીએ.”
લોકડાઉન દરમિયાન આરજે હર્ષે પોતાના શો પર આ વિષયના નિષ્ણાતોને પણ આમંત્રિત કર્યા હતા જેથી તેઓ શ્રોતાઓના, ખાસ કરીને વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપી શકે. યુનિસેફ-AROI રેડિયો4ચાઇલ્ડ પાર્ટનરશિપના ભાગરૂપે આરજે હર્ષે મેડિકલ અને યુનિસેફના નિષ્ણાતો સાથે ઇન્ટરવ્યૂ કર્યા હતા જે વેક્સિન વાર્તા ના ભાગરૂપે લેવાયા હતા, જે કોવિડ-19 રસી અંગે અફવાઓ અને ગેરમાન્યતાઓ દૂર કરવા માટેની એક પહેલ છે.
હર્ષ જ્યારે ઓન એર નથી હોતા ત્યારે તેઓ રસપ્રદ અને મનોરંજક રીતે સચોટ અને પ્રમાણિત માહિતી નિયમિત રીતે શેર કરે છે. તેમણે ગુજરાતમાં પોતાના વતન દાહોદ ખાતે જરૂરિયાતમંદોને સેનિટાઈઝર, માસ્ક અને બેઝિક દવાઓનું વિતરણ પણ શરૂ કર્યું હતું.
હર્ષ કહે છે, “સત્તાની સાથે જવાબદારી આવે છે. આજના યુવાનો પાસે પાવર છે. તેથી દેખીતી રીતે જ તેઓ કોમ્યુનિટી પ્રત્યે જવાબદાર છે. આપણે માત્ર બેઠા રહીને શ્રોતા ન બની શકીએ. આપણે સામુહિક રીતે પોઝિટિવ ચેન્જની દિશામાં કામ કરીએ.”