યુનિસેફ દ્વારા ગુજરાતમાં જીવન રક્ષક એવા ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે
ઓક્સિજન થેરાપી, જે કોવિડ 19ની સૌથી અસરકારક સારવાર માનવામાં આવે છે તે યુનિસેફના કોવિડ-19ની લહેરને રોકવા માટેની તૈયારીનો એક મહત્વપૂર્ણ ભાગ છે

એવા ઘણા દાખલા રહ્યાં છે કે જ્યાં કોવિડ-19 દર્દીઓ સમયસર ઓક્સિજન પુરવઠો ન મળવાને લીધે મૃત્યું પામ્યા છે. કોવિડ-19ની બીજી લહેરમાં કોવિડ-19મનો ફેલાવો શહેરથી ગ્રામીણ વિસ્તારમાં થવાથી ભારતની સ્વાસ્થ્ય સુવિધાઓ પર બહુ બધી રીતે અસર પહોંચી હતી. ગુજરાતમાં ઓક્સિજન બેડ, ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU)બેડ્સ અને અન્ય આવશ્યક સામગ્રીઓની ભારે તંગી હતી. કેસમાં વધારો તેમ જ કોવિડ-19ના નવા વેરિએન્ટ આવવાથી ઓક્સિજનની સમયસર ઉપલબ્ધતા અત્યંત આવશ્યક હતી.
કોવિડ-19 સાથે જોડાયેલા મૃત્યુના પ્રમાણને અંકૂશમાં લાવવા ઓક્સિજનનો સતત પુરવઠો ખુબ જરૂરી છે આ વાતને ધ્યાનમાં રાખીને યુનિસેફ દ્વારા ગુજરાતના દક્ષિણ પશ્ચિમમાં આવેલ જિલ્લો, જામનગર સહિત સમગ્ર ભારતમાં સરકારી હોસ્પિટલોને સહાયક બનવા ઓક્સિજન જનરેશન પ્લાન્ટ (OGP)ની ખરીદી કરવામાં આવી છે.

ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ કેવી રીતે કામ કરે છે અને તે શું ફક્ત કોવિડ-19 માટે જ ઉપયોગમાં લેવાશે?
ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ (OGP)હોસ્પિટલમાં વ્યાપક રેન્જની જરૂરિયાતને પૂરી પાડે છે, જેમાં ઓપરેટીંગ થિએટર્સ, આઈસીયુ, અને નિઓનેટલ યુનિટનો સમાવેશ થાય છે. હોસ્પિટલોમાં ઓક્સિજનની સતત ઉંચી માંગ રહી છે અને તે કોઈ પણ હોસ્પિટલ સંચાલનના ખર્ચમાં વધારે પ્રમાણમાં ઉમેરો કરે છે.
OGP મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન સાઇટ પર જ કરે છે જેના કારણે ઓક્સિજન સિલિન્ડર્સની જરૂરિયાત ઘટતા ખર્ચમાં ઘટાડો થાય છે. જામનગરમાં યુનિસેફ સહાયક OGP ફકત કોવિડ-19 સારવાર માટે માટેની વધેલી ઈમર્જન્સી જરૂરિયાતને પૂરી કરવા ઉપરાંત લાંબા ગાળે તેમના સંશાધનોની ફાળવણી દ્વારા તે હોસ્પિટલને તેમની અન્ય હોસ્પિટલ સુવિધાઓ અપગ્રેડ કરવા સક્ષમ બનાવશે, આ રીતે તે સ્વાસ્થ્ય સેવાને મજબૂત કરવામાં મદદરૂપ થશે.
વર્ષ 2020માં ગુજરાતે કોવિડ-19 માટે હોસ્પિટલ તૈયાર કરવામાં રોકાણ કર્યું હતું. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરો સ્વાસ્થ્ય સુવિધા સારી સ્થિતિમાં છે જ્યારે જામનગર જેવા નાના શહેરોમાં ઓક્સિજન માટેની જરૂરિયાતમાં વધારો થયો છે. જ્યારે સ્વાસ્થ્ય સુવિધાઓના મર્યાદિત પ્રમાણ સાથે મહામારી ગ્રામીણ વિસ્તારમાં ફેલાઈ હતી ત્યારે લોકોએ જામનગર જેવા શહેરો તરફ જવાની શરૂઆત કરી. ગુરુ ગોવિંદ સિંહ સરકારી હોસ્પિટલ કે જેમાં જામનગરમાં આવેલી એમપી શાહ મેડિકલ કોલેજનો સમાવેશ થાય છે તે ગુજરાતના પશ્ચિમ ભાગમાં પાંચ જિલ્લામાંથી લોકો માટે કોવિડ-19ની સારવાર માટે કેન્દ્ર બનેલી.
ઓક્સિજન કોવિડ-19ના ગંભીર દર્દીઓ માટે જીવન રક્ષક છે અને મહામારી દરમિયાન પુરવઠાની કારમી તંગી પડી હતી. યુનિસેક કોવિડ-19 રીસ્પોન્સ અને કોવિડ રસીકરણ માટે સરકાર સાથે કામ કરી રહ્યું છે. અમને ઓક્સિજન જનરેશન પ્લાન્ટ સ્થાપવા માટે રાજ્ય સરકાર તરફથી વિનંતી પ્રાપ્ત થઈ હતી.કોવિડ-19 મહામારીનો ત્વરીતપણે સામનો કરવા જામનગરમાં ગુરુ ગોવિંદ સિંહ સરકારી હોસ્પિટલમાં ખૂબ જરૂરી ઓક્સિજન જનરેશન પ્લાન્ટ સ્થાપવા અમે ત્વરિત ક્ક્ષાએ સહભાગી સંસ્થા પાસેથી CSR ભંડોળ મેળવ્યું હતું.

OGPs સ્વાસ્થ્ય સુવિધા મજબૂત કરી રહી છે
OGP લગાવતા પહેલા ઘણાબધા કાર્યની જરૂર હતી. યુનિસેફ દ્વારા સમર્થિત એન્જીનિયરે જગ્યાની મુલાકાત લીધી હતી અને OGP માટે જ્ગ્યાની ડિઝાઈન માટે ટેકનિકલ ઈનપુટ પૂરું પાડ્યું હતું તથા જે પણ સિવિલ કામગીરી કરવામાં આવે તેના માટે માર્ગદર્શન આપ્યું હતું. જગ્યાની તૈયારીને લગતી તપાસ યાદી તૈયાર કરવામાં આવી હતી અને બેઠક યોજવામાં આવી હતી. જગ્યાની તૈયારીનું આંકલન અને યુનિસેફ દ્વારા વર્ચ્યુઅલ ટુર સુવિધા ઉપલબ્ધ કરાવ્યા બાદ હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા સર્ટીફિકેટ આપવામાં આવ્યું હતું.
ગુરુ ગોવિંદ સિંહ સરકારી હોસ્પિટલના ડીન અને મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ, જિલ્લા વહિવટીતંત્રના અધિકારી, એન્જિનીયર્સ તથા યુનિસેફ OGP ઈન્સ્ટોલેશન પ્રક્રિયા દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.
“કોવિડ-19 દર્દીઓ માટે જીવન રક્ષક ઓક્સિજનની ઉપલબ્ધતાની સ્થિતિ સુધારવામાં અમારી મેડિકલ કોલેજ હોસ્પિટલને બહુ જરૂરી એવી OGPનો પુરવઠો સમયસર પૂરો પાડવા બદલ અમે યુનિસેફ, જિલ્લા વહિવટીતંત્ર જામનગર, અને દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી છીએ. આ સહકાર અમને ઓક્સિજન થેરાપીમાં અત્યંત ગંભીર કહી શકાય તેવી ખાઈને પૂરવામાં અમને મદદ મળશે,” તેમ એમપી શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઈએ જણાવ્યું હતું.
પ્રિ-ડિસ્પેચ ઈન્સ્પેક્શન બાદ OGPના વિવિધ ભાગ 30 મે,2021ના રોજ જામનગર રવાના કરાયેલા અને તે પ્રાપ્ત થયા હતા. પ્લાન્ટ સ્થાપવાની કામગીરી એ જ દિવસે શરૂઆત કરવામાં આવી હતી. ડ્રાઈ રનનું આયોજન કર્યાં બાદ OGP 1લી જૂન 2021ના રોજ કાર્યરત થયો હતો અને હોસ્પિટલના અત્યંત મહત્વના ભાગોમાં ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો. 280 લીટર પ્રતિ મિનિટ ઓક્સિજન પુરો પાડવાની ક્ષમતા ધરાવતા OGP કોવિડ-19 વોર્ડ તથા આઈસીયુમાં ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડશે. તે નિયોનેટલ ઈન્ટેન્સિવ કેર યુનિટ, પેડિઆટ્રીક ઈન્ટેન્સિવ કેર યુનિટ, ઈમર્જન્સી વોર્ડ, ઓપરેશન થિએટર તથા ઓક્સિજનની જરૂરિયાત ધરાવતા તમામ ભાગોમાં વધારે પ્રમાણમાં ઓક્સિજન પુરવઠો પુરો પાડવામાં મદદરૂપ બનશે, જેને લીધે કોવિડ-19 દર્દીમાં ઘટાડો આવશે.


અગાઉ કોઈપણ સમય કરતાં આ વખતે ઓક્સિજન જીવન રક્ષક દવાની ઘણી વધારે પ્રમાણમાં જરૂર પડી છે. ટીચિંગ હોસ્પિટલમાં રિફક કરવામાં આવી રહેલા મોટી સંખ્યામાં લોકોની અમારી ટીમ દ્વારા સારવાર કરવામાં આવી છે. ઓક્સિજન થેરાપી સાથે અમને મદદરૂપ થવા બદલ અમે યુનિસેફનો આભાર વ્યક્ત કરી છીએ. આ એક ઉંમદા અને સુંદર કાર્ય છે!
OGP જીવન રક્ષક છે. સહાયતા માટે દાતાઓનો આભાર
યુનિસેફ વોલ્યુનટરી યોગદાન પર આધાર રાખે છે અને અમારા દાતાઓ અને સહભાગીઓના ઉમદા યોગદાન બદલ તેમનો ખૂબ ખૂબ આભાર, અમે કોવિડ-19નો સામનો કરવા સક્ષમ બન્યા છીએ અને OGPs તથા સેવાઓ સહિત જીવન રક્ષકનો પૂરતો પુરવઠો પૂરો પાડી શકવા સક્ષમ થયા છીએ,જેની ખૂબ જ પ્રમાણમાં જરૂર હતી.