એરવેવ્ઝ મારફત લોકો સુધી પહોંચ

યંગ વોરિયર આરજે આદિત્ય ગુજરાતમાં રેડિયો મારફત કોવિડ-19 અંગે જાગૃતિ ફેલાવે છે

યુનિસેફ ભારત
RJ Aditya promoting awareness on COVID-19 on Radio 2 PI R
UNICEF
09 જુલાઈ 2021

રેડિયો 2 PI R પરથી રેડિયો જોકી (આરજે) આદિત્ય યુવરાજ હોરે કહે છે, “આપણે જે કરીએ તેનાથી ફરક પડે છે, પરંતુ આપણે નક્કી કરવાનું છે કે આપણે કેવો ફરક પાડવો છે.”

આદિત્ય ભારતના પશ્ચિમે આવેલા રાજ્ય ગુજરાતમાં યુવાહ (જનરેશન અનલિમિટેડ ઇન ઇન્ડિયા) યંગ પીપલ્સ એક્શન ટીમ (વાયપીએટી)ના સભ્ય છે.

રેડિયો ઇન્ડસ્ટ્રીમાં પાંચ વર્ષ કરતા વધારે અનુભવ સાથે 23 વર્ષીય આદિત્ય પહેલેથી રેડિયો 2 PI R ખાતે પ્રોગ્રામિંગના વડાની જવાબદારી ઉઠાવે છે. હાલમાં ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન્સમાં માસ્ટર્સનો અભ્યાસ કરતા  આદિત્ય કહે છે, “યુવા લોકોના સશક્તિકરણમાં જાગૃતિ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. યોગ્ય જ્ઞાન સાથે માર્ગદર્શન આપવામાં આવે ત્યારે તેઓ પોતાના સમાજ અને સમુદાય માટે અદભૂત કાર્ય કરી શકે છે.”

પોતાના આકર્ષક વ્યક્તિત્વ, ખુશમિજાજ સ્વભાવ અને રમૂજવૃત્તિ દ્વારા આદિત્ય પોતાના ઓડિયન્સને ખડખડાટ હસાવતા રહે છે. યુવાવર્ગમાં તેઓ ખુબ લોકપ્રિય છે તેથી તેઓ વિવિધ પદ્ધતિ અને માધ્યમનો ઉપયોગ કરીને ઓડિયન્સ સાથે વ્યક્તિગત સ્તરે જોડાય છે. આ બાબતનું ઉદાહરણ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમણે મુકેલું વિખ્યાત મીમ સોંગ ‘પાવરી હો રહી હૈ’ છે જે વાઈરલ થયું છે.

ભારત કોવિડ-19ના વધતા કેસનો સામનો કરી રહ્યું છે ત્યારે આદિત્યએ ‘ન્યુ નોર્મલ’ મુજબ પોતાના કોન્ટેન્ટને અનુકુળ બનાવ્યું છે. તેમણે સ્પેશિયલ સેગમેન્ટ રજુ કર્યા જેમાં તેમણે જાગૃતિ વધારવા, ગેરમાહિતીને રોકવા અને કોવિડને અનુકુળ વર્તણૂક (સીએબી)ને પ્રોત્સાહિત કરવા તબીબી નિષ્ણાતો અને ઇન્ફ્લુઅન્સરના ઇન્ટરવ્યૂ લીધા હતા.

તેઓ કોરોના વાઈરસ વિશે વાત કરવા, પોતાની જાતને સુરક્ષિત રાખવા લોકોએ કયા પગલાં લેવા, સીએબીના મહત્ત્વ વિશે જણાવવા અને કોવિડ-19 રસીકરણ અભિયાન અંગેની ગેરમાન્યતાઓને દૂર કરવા મેડિકલ ડોક્ટરો અને સરકારી અધિકારીઓને પણ ઓન એર લઈ આવ્યા છે.

હાલના કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ અંગે જાગૃતિ કાર્યક્રમો વિકસાવવા આદિત્યએ રેડિયો4ચાઇલ્ડ પહેલ હેઠળ યુનિસેફ સાથે સહયોગ કર્યો હતો. તેમણે હાલના અભિયાનના ભાગરૂપે વિવિધ કોવિડ-19 વોરિયર્સના ઇન્ટરવ્યૂ પણ લીધા છે.

સેલિબ્રિટીને સાંકળતા સેગમેન્ટ એ ચોક્કસપણે તેમના હાલના કોવિડ-19 અભિયાનની હાઈલાઈટ છે. યુવાનોમાં જાહેર આરોગ્ય અંગે જાગૃતિ વધારી શકાય તે માટે આદિત્યએ ભક્તિ કુબાવત અને પ્રતીક ગાંધી જેવા સ્ટાર્સ તથા આસા સિંઘ જેવા સિંગરની કોવિડ-19ના વિવિધ પાસા અંગે મુલાકાત લીધી છે.